આપના પ્રશ્ર્નો
પગમાં અનંત ઊંડા કંઈ વાઢિયા પડ્યા છે, પાછળ સમયના ભૂખ્યા કંઈ ડાઘિયા પડ્યા છે. અડધો રહે મગજમાં, અડધો રહે હૃદયમાં; પ્રત્યેક માનવીમાં બે ફાડિયા પડ્યા છે. કરવો પડે છે પ્હેલા તો અંધકાર સઘળે, ત્યારે મળે છે જોવા ક્યાં આગિયા પડ્યા છે? છે મૌનનું રૂપાંતર, શબ્દોની વાત ક્યાં છે? ભાષા નથી નહીતર દુભાષિયા પડ્યા છે. ના કોઇથી લખાતી જીવન-ગઝલ મુસલસલ, બાકી તો સૌની ભીતર કંઈ કાફિયા પડ્યા છે.
એકાદ એવી યાદ તો છોડી જવી હતી છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી વાર્તા ખડખડાટ ભજન રામાયણ જાણવા જેવુ વેલેંટાઈન શાયરી વાનગીઓ સેક્સ સમસ્યા 2721