લો કરું કોશિશ ને ફાવે તો કહું,શબ્દ જો એને સમાવે તો કહું!આપની નજરો જે ફરમાવી રહી,એ ગઝલ જો યાદ આવે તો કહું!શાંત જળમાં એક પણ લહરી નથી,કોઇ થોડું ખળભળાવે તો કહું!હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,એકદમ નજદીક આવે તો કહું!કોઇને કહેવું નથી, એવું નથી,સહેજ તૈયારી બતાવે તો કહું! ખુશ નથી છતાં ખુશ રહેવુ પડે છેકોઇ પુછે કેમ છે તો મજામા કહેવ પડે છેદિલ મા થયા હજારો જખ્મોછતા હસતા રહેવુ પડે છેજીન્દગી એક નાટક છેબરબાદ થઇ ને પન જીવવુ પડે છે વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાંબરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાંસદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા, પણનથી હું હારને પલટાવવા દેતો હતાશામાં-