જંગલનો રાજા સિંહ.હવે રાજાને તો ફાવે તેમ કાયદા કરે.તેને થયું કેહું રાજા…ને જાતે શિકાર કરવાજાઉં એ કંઇ સારું ન કહેવાય.તેથી તેણે કાયદો કર્યો કે રોજ જંગલના એક પ્રાણીએ વારાફરથી તેના પાસે આવવાનું.બધા પ્રાણીઓને પણ થયુ કે આમેય રોજ આટલા બધાને મારે છે..તેના કરતા દરેક ઘરમાંથી રોજ એક જ જણે જવું.આમ નક્કી થયું. સિંહ ગુસ્સાથી આંટા મારતો હતો.સસલાને જોતા જ ત્રાડ પાડી…”કેમઆટલું મોડું?” સસલુ કહે,”રસ્તામાં…………………….” સિંહ વચ્ચે જ કહે,”હવે એ બધી વાર્તા રહેવા દે..મારા દાદા મૂરખહતા ને પોતાનો જીવ ગુમાવ્યો હતો….હું મૂરખ નથી.તને કૂવામાં બીજો સિંહ દેખાયો…અને એવી બધી વાર્તામાં ચાલાકીમાં હું નહીં ફસાઉં…” સસલુ કહે,”હા,નામદાર….મને યે એ ખબર છે.ને એ માટે હું દિલગીર છું.મારે તો મારા દાદાએ આપના દાદા સાથે કરેલ છેતરપિંડીનું પ્રાયશ્વિત કરવું છે.અને હું તમને મૂરખ બનાવી શકું એવી મારી હેસિયત કયાં છે?”સિંહ થોડો શાંત અને ખુશ થયો.પછી તો મોડું કેમ થયું?”સસલુ કહે,”આ તો હું આવતું હતું..ત્યાં તળાવ ને સામે કિનારેએક વૃધ્ધ સિંહ અને તેની પત્ની મળ્યા.રાજાજી શું સુંદર સિંહણ…!!યુવાન સિંહણ અને એ ઘરડોસિંહ…..!!! સિંહણ ને એ ખૂબ હેરાન કરે છે…પણ બિચારી કોને કહે?બાકી નામદાર,એ તો આપ જેવા સિંહની રાણી તરીકે જ શોભે હોં!!” કહી સસલાએ તો સિંહણના એટલા બધા વખાણ કર્યા..અને કહ્યું કે તમે જ એને આ લુચ્ચા સિંહના ત્રાસમાંથીછોડાવી શકો તેમ છો. સિંહ ને તો પોતાના વખાણ સાંભળી પોરસ ચડયો,”મારા રાજયમાં એ સિહણ દુ:ખીથાય એ કેમ ચાલે?ચાલ,મને બતાવ….”સસલુ તો સિંહને નદી કિનારે લઇ ગયું.એને તો સામે કોઇ દેખાયું નહીં.સસલુ કહે,” સિંહણને લઇ ગયો લાગે છે.બહું સરસ છે ને એટલે બહુબહાર જ નથી નીકળવા દેતો બિચારીને!!”સિંહ કહે ,”એમ?તો હવે શું કરવું?” સસલુ કહે,”અરે,એ સિંહ બિચારો છે વૃધ્ધ.તમારી એક ઝાપટ નો જ ઘરાક છે.અને આ કંઇ ઉંડો કૂવો થોડો છે?છીછરું તળાવ એક છલાંગ મારશો ને સીધા સામે કિનારે…તમારા જેવાને વાર કેટલી?”સિંહ ને તો આવે ગયો જુસ્સો…તે તો હમણાં બહુ બહાર નીકળતો નહોતો..તેને તો ખબર પણ નહોતી કે હમણાં આ તળાવ માં કેટલો કાદવ જમાથયો છે ને જરાક પગ મૂકશે અને..પૂરું… સિંહે તો વગર વિચાર્યે એવો જોશથી કૂદકો તળાવ માં….હવે તળાવમાં એટલો કાદવ હતો કે સિહરાજા તો કાદવમાં ફસાઇ ગયા…અને જેમ બહારનીકળવાનું જોર કરે તેમ વધારે ને વધારે ફસાતો જાય…અને અંતે એમાંજ ફસાઇ ને કાદવમાં જ ડૂબી ને મરીગયો.અને મિત્રો,જંગલમાં તો તે દિવસે જોરદાર પાર્ટી થઇ. અને મુખ્ય મહેમાન કોણ હતું?તે તો તમને ખબરપડી જ ગઇ હશે ને?આપણું નાનકડું સસલુ જ તો..!!નાનું ભલે ને હતું..બુધ્ધિ થોડી નાની હતી? 827