watch sexy videos at nza-vids!

લાલો બોય કે ગર્લ ?

લાલો બોય કે ગર્લ ?આજે દાદીમા પાછા આવ્યા..ઘર ફરીથી ગાજતું થયું..હાશ..! હુંતો દાદીમાને વળગી પડી..અને જયભાઇ તો બાપ રે..! કેવો ખુશખુશાલ…દાદીમાએ મને ચપટીક વહાલ કર્યું અને ભાઇલાને તો કેટલું બધું..! દાદીમા મારા માટે સરસ બંગડીઓલાવ્યા હતા અને જય માટે સરસ કપડાં લાવ્યા હતા. ’ લે નિશા, હવેથી જૂઇના હાથ અડવા ન રાખીશ..જો કેવી સરસ બંગડીઓ લાવી છું. મને તો બંગડી પહેરવાની મજા આવી. સ્વરામાસીના લગનમાં કેટલી બધી પહેરી હતી..પણ પછી મમ્મીએઉતારી નાખી હતી..પણ હવેથી તો હું ઉતારીશ જ નહીં. ત્યાં ફૈબા દાદીમાની વાત સાંભળી ગયા..’શું મમ્મી..તું યે ? જૂઇ..આવડી અમથી છોકરીના હાથ અડવા ન રખાય..એવું બધું બોલવામાંડયા ? ઠીક છે..જૂઇ નાની છે.. એને બંગડી ગમે છે તો થોડીવાર ભલે પહેરતી..બાકી બીજી કોઇ વાત ખોટી…આ મારા હાથ પણ ખોટી…આ મારા હાથ પણ અડવા છે જ ને ?’હા.બાપા..તને પહોંચાય એમ કયાંછે ? ‘હું તો બંગડી પહેરી મલકાતી રહી. મારા હાથ બધાને બતાવતી રહી…જયભાઇને પણ મારી બંગડીઓ ઓપહેરવી હતી..પણ મેં આપી નહીં..અને આ વખતે દાદીમા એ આપી દેવાનું કહ્યું પણ નહીં..નહીંતર તો દાદીમાની આદત મુજબ તો મોટી જૂઇબેને નાનકડા ભાઇલાને બધું આપી જ દેવાનું હોય… પણ ભાઇલાને બંગડી ન પહેરાય…એવું દાદીમાએ..મમ્મીએ બધાએ મને સમજાવ્યું છે. પણ કેમ ન પહેરાય ?એ મને ખબર નથી. તેમનું આખું મંદિર સાફ કર્યું.. હું પણ બાજુમાં બેસીને જોતી હતી. દાદીમા આ કામ કરે ત્યારે હું હમેશા ચૂપચાપ ડાહી થઇને બેઠીબેઠી જોઉં..મને એ ખૂબ ગમે. અનેત્યારે અવાજ ન કરાય..તોફાન ન કરાય..એની પણ મને તો ખબર છે..નહીંતર જે જે વાલા હોંશિયાર ન બનાવે..! પણ હોંશિયાર એટલે શું એ જ મને તોહજુ ખબર નથી. પણ જે કંઇ બનાવે એ જે જે વાલા જ બનાવે એમ દાદીમા કહેતા રહેતા હોય છે.આજે દાદીમાએ સરસ મજાનો પ્રસાદ બનાવીને એના લાલાને ધર્યો હતો..આજે અચાનક મારું ધ્યાન લાલા પર ગયું..આમ તો હું રોજ જોતી હતી..પણ આજે જરાક ધ્યાનથી નજર કરી તો મને ભાન થયું કે ઓહ..લાલાને પણ દાદીમાએ કેટલા બધા દાગીના પહેરાવ્યા છે. હું ખુશખુશાલ થઇ ઉઠી..શા માટે કહું ?મને થયું..નક્કી આ લાલો..પણ મારી જેમ ગર્લ જ હશે..જયની જેમ બોય નહીં હોય..કેમકે તો જ આટલા બધા દાગીના પહેરાય ને ? લાલાને પણ છોકરીઓ જ ગમતી હશે..મારી આ શોધ ઉપર હું જાતે જ મલકાઇ ઉઠી. હું છોકરી છું..એવાતથી હું આજે બહું રાજી થઇ..મેં તો તે દિવસે સાંજે મારી આશોધની વાત ફૈબાને પણ કરી.બાકી તો મારી વાતો સાંભળવાનો સમય કોઇ પાસે કયાંહોય છે ? ફૈબા તો મારી વાત સાંભળીને એવા તો હસી પડયા..જાણે મેં કોઇ હસવા જેવીવાત ન કરી હોય..! ‘ અરે, જૂઇ, તને કોણે કહ્યું કે દાદીમાનો લાલો છોકરી છે ? હું ફૈબાનો હાથ ખેંચીને તેનેમંદિર પાસે લઇ ગઇ..અને લાલો બતાવ્યો..તેના હાથના, ગળાના, કાનના બધા ઘરેણા બતાવ્યા…અને સમજાવ્યું..ફૈબાને આમ તો બધી સમજ પડતી હોય છે..આવી સાવ સાદી સીધી વાત તેમને ન સમજાઇ..અને મને સમજાઇ ગઇ..એથી હું તો ખુશખુશાલ.. હું શાબાશીની અપેક્ષાથી ફૈબા સામે જોઇ રહી..પણ ફૈબા તો મને શાબાશી આપવાને બદલે દાદીમા સાથે વાત કરવા લાગ્યા અને જોશથી હસતા રહ્યા.. મને બહું ગમ્યું તો નહીં..પણ શું થાય ? કાકા હોત તો મને જરૂર શાબાશી મળી હોત..મેં જોયું હતું કે કાકા તો સાવ નાની વાતમાં પણ મારા કેવા વખાણ કરતા હતા..અહીં તો કોઇને એવું ..લે..મમ્મી, તારો લાલો છોકરી બની ગયો..જો ને છોકરીની જેમ દાગીના પહેરીને બેઠો છે હેં ને જૂઇ ? ‘ મેં હસીને માથું ધૂણાવ્યું..અંતે ફૈબા મારી વાત સમજયા ખરા.. પણ દાદીમા કહે. આપણી ખુશી માટે એને શણગારીએ છીએ..નિત નવા રૂપ આપીએ છીએ..જાતજાતના વાઘા પહેરાવીએછીએ..બાકી એ હજાર હાથવાળાને ત્યાં કોઇ મણા થોડી છે ?પછી તો દાદીમા અને ફૈબા વચ્ચે ન જાણે કેવી અને કેટલી યે વાતો થતી રહી..જેમાંથી મારે પલ્લે કશું પડે તેમ નહોતું. એથી આપણે તો હળવેથી રાખેલ પ્રસાદ ખાવામાં મશગૂલ બની ગયા… પણ હા..હવે હું જરાક વિચારમાં પડી ગઇ.. ખાતરીથી ન કહી શકી કે દાદીમાનો લાલો છોકરી છે કે છોકરો ? બોય કે ગર્લ ?

631
મુખ્ય પુષ્ઠ
પાછળ