watch sexy videos at nza-vids!
220px-House Sparrow M I IMG 7881 1

એક નાનું ગામ. ત્યાં અનેક ચકલી-પરિવારો પોત પોતાના ઘરોબાંધી આનંદમાં રહેતા હતા. ચકલીઓ ગામમાં “ચીં ચીં ” કરી ફરતા, અને સૌ ગામવાસીઓ  ચકલીઓને નિહાળી ખુશી અનુભતા,કંઈક ખાવા માટે આપતા. અનેક વાર, ચકલીઓએ સભાઓ ભરી ચર્ચાઓ કરતા ત્યારે વડીલો, અને વ્રુધ્ધો નવજવાનોને એક સલાહ આપતા..” આ ગામની હદ બહાર ઉડીને કદી ના જવું !” એક દિવસ, બે યુવાન ચકલીઓ આનંદમાં રમતા, રમતા ગામની હદ બહાર ગયા. અનેક ઝાડોનું વન નિહાળ્યું ….ફરતે ઉંચા ઉંચા પહાડો હતા. આનંદમા ઉડવા લાગ્યા, ઉડી ઉડી થાકી ગયા, અને ઝાડ પર વિસરામ કરવા બેઠા. અચાનક, સુસવાટા સાથે પવન શરૂ થયો …ઝાડો હલવા લાગ્યા, પર્વતો પરથી પથ્થરો ગબડવા લાગ્યા…..પથ્થરો એક બીજા સાથે અથડાતા હતા. અને, અથડાતાપથ્થરોમાંથી એક ચમકારો થયો, અને જમીન પર પડૅલા ઘાસના તણખલા પર પડતા ઘાસ બરવા લાગ્યું …..એક ચકલી તો આ નિહાળી નીચે ઉતરી તણાખલાને ચાંચમાં લઈ મોટા ઘાસના ઢગલા પર નાખ્યું ……અને અગ્નિ આગરૂપે પ્રગટ્યો…..આ ચકલી તોખુશ થઈ બીજા તણખલાઓ ચાંચમાં લઈ બીજે ફેંકવા લાગી. આ દ્રશ્ય બીજી ચકલીથી સહન ના થયું …..
એ તો ઉડી નજીકના તળાવે ગઈ. તળાવ પાણીમાં એનું આખું શરીર ભીંજવી, ચાંચમાં પાણી ભરી ઉડતી ઉડતી જંગલમાં આવી આગ પર શરીર હલાવી પાણી છાંટ્યું , અને ચાંચ ખોલી આગ પર પાણી રેડ્યું ….આ પ્રમાણેફરી ફરી કર્યું ….એ નિહાળી, બીજી ચકલી  એને કહેવા લાગી…”અરે, ઓ. મુરખ, શા માટે તું આવું કરે છે ? …આટલા પાણીથી આગ બુજાશે નહી !” પેલી ચકલીએ શાન્તીથી સાંભળી,આ પ્રમાણે જવાબ આપ્યો…..
“અરે, મારી બેન, હું જાણું છું કે આટલા પાણીથી આ મોટી આગબુજાશે નહી જ….જો હું કાંઈ ના કરૂં તો મારું દીલ મને માફકરશે નહી…..અહી આગ લાગી છે, અને નુકશાન થઈ રહ્યું છે…આવા સમયે મારી ફરજ કે હું આ આગને શાંત કરવા કંઈક કરૂં..એજ શુભ કાર્ય કહેવાય ! જો આ કાર્ય કરતા, હું જો મારા પ્રાણ તજુ તો મને આ જીવન જીવવા માટેનો કૉઈ અફસોસ રહેશે નહી …મારે તો આ જીવન જીવતા શુભ કર્યો જ કરવા છે !” પેલી ચકલી એકદમ શાંત થઈ ગઈ….એને એની ભુલ સમજાય…..એને એના દીલમાં દર્દથયું ! અચાનક આકાશ વાદળોથી ભરાય ગયું ….વિજળીના ચમકારા થવા લાગ્યા…..અને ઘોઘમાર વરસાદ વરસવા લગ્યો…..આગ બુજાય ગઈ…..અચાનક વરસાદ આવવો એ પ્રભુ-ઈચ્છાથી હશે….પણ જ્યારે શુભ કાર્ય્ની શરૂઆત થાય ત્યારે પ્રભુ સહારે આવે જ !…કદાચ, એક ચકલીએ કરેલા “શુભ કાર્ય”ના પરિણામરૂપે હશે ! વરસાદ બંધ થતા, ગામમાંથી વડીલો ઉડતા ઉડતા જંગલમાં આવીગયા…..ભુલી પડેલી બે “બાળ-ચકલી”ઓ ને વ્હાલ સાથે પંપાળી, ગામમાં લાવ્યા…..ત્યારે એ ચકલીઓના મનમાં શું વિચારો હશે?….મારૂં માનવું છે કે જે કંઈ પરિવર્તન થયું હશે તે યોગ્ય જ હશે !

663

મુખ્ય પુષ્ઠ
પાછળ