સામગ્રી - 250 ગ્રામ રીંગણ, 1 ટેબલ સ્પૂન કોપરાનુ છીણ, 1/2 ટેબલ સ્પૂન સેકેલા તલ, 1/2 ટેબલસ્પૂન સેકેલી મગફળી, સ્વાદમુજબ મીઠુ, 1 ટેબલ સ્પૂન લાલ મરચુ, 1 ડુંગળી સમારેલી, 2 ટેબલ સ્પૂન તેલ, 1 ટેબલ સ્પૂન લસણ(ઝીણુ સમારેલુ), 1/2 ટેબલ સ્પૂન આમચૂર પાવડર, 1/4 ટેબલ સ્પૂન હળદર, 1/4 ટેબલ સ્પૂન હીંગ, ઝીણા સમારેલા ધાણા. બનાવવાની રીત - રીંગણમાં એ રીતે ચીરા લગાવો કે નીચેથી જોડાયેલા રહે. તલ અને મગફળીને કકરી વાટી લો. તેમા મીઠુ, મરચુ, કોપરું, આમચૂર, હળદર મિક્સ કરી રીંગણમાં ભરો. તેલમાં લસણ, ડુંગળીની થોડા સાંતળી નાખો. હવે તેમા ભરેલા રીંગણ નાખી ધીરેથી હલાવો. ઢાંકીને થોડીવાર રીંગણ બફાવા દો. રીંગણ બફાય જાય કે લીલા ધાણાનાખીને ઉતારી લો. લિજ્જતદાર ભરેલા રીંગણ તૈયાર છે. આ શાકને પરાઠા કે ભાત સાથે ગરમાગરમ પીરસો. આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મુખ્ય પુષ્ઠપાછળ